MLA Kirit Patel | પાટણના ધારાસભ્યે AMC કમિશ્નર એમ.થેન્નારસન પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

Continues below advertisement

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના AMC કમિશ્નર પર ભ્રષ્ટાચારના આરોપ. abp અસ્મિતા સાથેની વાતચીતમાં થેન્નારસને કહ્યું, પત્રમાં જે બાબતનો ઉલ્લેખ છે તે સમય હું ફરજ પર ન હતો. 

અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસન.જેમને તાત્કાલિક બરખાસ્ત કરવાની ઉઠી છે માગ. પાટણના કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ માગ કરી છે. કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે કે, એમ થેન્નારસનના નિર્ણયથી સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સાથે અમને એમ. થેન્નારસન પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો. કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે, વટવાના સરકારી આવાસ અને હાટકેશ્વર બ્રિજ કાંડમાં એમ. થેન્નારસનની શંકાસ્પદ ભૂમિકા છે. કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી કે, જો સરકાર એમ. થેન્નારસનને છાવરશે તો તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના આરોપને લઇ AMC કમિશનર એમ. થેન્નારસનનું નિવેદન..હાટકેશ્વર બ્રિજ કેસમાં દોષિત સામે કરવામાં આવી છે કાયદાકીય કાર્યવાહી..વટવાના આવાસો ભયજનક હોવાથી દૂર કરવામાં આવ્યા..અચાનક કરેલા આરોપથી આશ્ચર્ય થયું હોવાની કરી વાત..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram