Patan News | HNGUમાં MBBS ગુણ સુધારા કૌભાંડના 5 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં!
પાટણ હેમ ચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં લેવાયેલ પરીક્ષામાં MBBS પુરવણી ગુણ સુધારા કૌભાંડ બન્યું હતું જે ઘટનાને આજે 5 વર્ષથી વધુ સમય વીત્યા છતાં યુનિવર્સીટી કે સત્તા પક્ષ દ્વારા ગુણ સુધરા કૌભાંડ માં કોઈ વ્યક્તિ પર હજુ સુધી નક્કર પગલાં લેવાયા નથી કે તેના પર કોઈ કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવી નથી.
MBBS ગુણ સુધારા કૌભાંડ બાર આવ્યાના આજ દિન સુધી 5 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે અને આ કૌભાંડ માં જે પણ દોશી છે તેને સામે લાવવા માટે ચાર જેટલી ટિમો બાનવી તાપસ કરેલ છે પરંતુ આજ દિન સુધી કૌભાંડી ઓ બહાર આવ્યા નથી સાથે પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વાર વિધાનસભામાં સહીત સરકાર માં રજુઆત કરેલ હોવા છતાં કોઈ પાગલ લેવામાં આવ્યા નથી.
આજે HNGU યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ સાથે MBBS ગુણ સુધારા કૌભાંડ બાબતે પૂછતાં જણવ્યું હતું કે આ કૌભાંડનાં 5 વર્ષ વીત્યા છતાં જવાબદાર લોકો પર કોઈ કડક પગલાં લીધા નથી એ ખુબજ શરમજનક વાત કહેવાય અને વારંવાર અનેક કૌભાંડમાં પાટણ યુનિવર્સીટી નું નામ આવે છે જેના થી અમે રાત દિવસ ભણીને મેળવેલ ડિગ્રીને પણ શંકાની નજરથી દેખાવામાં આવે છે સાથે વિદ્યાર્થીઓ જણાવ્યુ કે યુનિવર્સીટીમાંથી અભ્યાસ કરી ડીગી લઈને બહાર નીકળશો અને બીજી સંસ્થા જશો તો આ ગુણ કકૌભાંડનો દાગ અમારી પર રહેશે એટલે સરકારે આમાં રસ લઈને જે પણ લોકો દોષિત છે તેમની એવી કડક સજા કરવી જોઈએ બીજી પણ કોઈ યુનિવર્સિટી કૌભાંડ કરતી હોય તો તે નહિ કરે અને આટલા વર્ષો વીત્યા છતાં પણ સરકાર કેમ કોઈ નક્કર પગલાં લેતી નથી એ શરમજનક બાબત કહેવાય અમારા વિદ્યાર્થીઓની એક જ માંગ છે આ ગુણ સુધારા કૌભાંડ જે પણ લોકો આમાં હોય તેને જલ્દીથી જલ્દી કડક પગલાં આપીને એક મોટું ઉદાહરણ આપે.જ્યારે એમબીબીએસ જેવા ડોક્ટર વિષયમાં ગુણ કૌભાંડ કરવામાં આવેલ અને જે ડોક્ટર અભ્યાસ બહાર નીકળે તે લોકોની શું સેવા કરશે ઉપરથી લોકોના આરોગ્ય સાથે ચેળા કરશે તેથી આવા લોકોને જલદી બહાર લાવીને કડક સજા આપીને ઉત્તમ ઉદાહરણ આપે.