Morbi BJP: અજય લોરીયાએ લગાવેલા આરોપો પર ધારાસભ્ય કાંતિ અમૃતિયાના પલટવાર, જુઓ શું કહ્યું?
મોરબીમાં સાંસદના કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયતના ચેયરમેનનું જ નામ કપાતા અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સિંચાઈના ચેયરમેન અજય લોરીયાએ લગાવેલા આરોપો પર ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ શાબ્દિક પ્રહાર કરતા પલટવાર કરતા કહ્યું કે કોઈ જૂથવાદ નથી. પ્રજાને લીધે જ આટલા વર્ષોથી ધારાસભ્ય છું. પ્રજાના કામ માટે દુશ્મનો બને તો ભલે બને.. અને હજુ પણ દુશ્મન બનાવીશ. બધાની દુકાનો બંધ થઈ ગઈ હોવાથી તેલ રેડાઈ રહ્યું છે..
માળીયા વનાળીયા સોસાયટીમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો. જેની નિમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયતના સિંચાઈના ચેયરમેન અજય લોરીયાનું નામ કપાયુ. જિલ્લા પંચાયતમાં જૂથવાદ ચાલતો હોવાથી પોતાનું નામ કપાયુ હોવાના આરોપ સાથે અજય લોરીયાએ ધારાસભ્ય પર કિન્નાખોરીનો આરોપ લગાવ્યો છે. એટલુ જ નહીં. જૂથવાદ મુદ્દે પ્રદેશમાં અને સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે.