Morbi News: મચ્છુ નદીના પટમાં વિવાદિત બાંધકામમાં આખરે બીમ તોડવાની કામગીરી શરુ કરાઈ
મોરબીના મચ્છુ નદીના પટમાં BAPS સ્વામિનારાયણ મંદિર તરફથી ગેરકાયદે મોટી દિવાલ ઉભી કરી દેતા એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો.... એબીપી અસ્મિતાના પર્દાફાશ બાદ પ્રશાસન દોડતું થયું અને તપાસ કમિટિની રચના કરવામાં આવી હતી... તપાસ કમિટિના રિપોર્ટમાં સામે આવ્યું કે નદીના વહેણમાં દીવાલ અવરોધરૂપ થઈ રહી છે... જેના પગલે કલેકટરે BAPSને ગેરકાયદેસર દીવાલ તોડી પાડવા નોટિસ ફટકારી હતી... નોટિસના પગલે હવે મંદિર પ્રશાસને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું શરૂ કર્યું છે.
સ્વામીનારાયણ મંદિર બાંધકામ વિવાદ ખુબ ગાજ્યા બાદ કલેકટરે ટીમની રચના કરી રીપોર્ટ મંગાવ્યો હતો જેમાં બાંધકામ નદીના વહેણને અવરોધરૂપ હોવાનું સામે આવ્યું હતું અને વધુ વરસાદ અને નદીનો પ્રવાહ વધવાની સ્થિતિમાં પુર જેવી સ્થિતિ નિર્માણ પામી સકે તેમ હોવાથી ગેરકાયદે બાંધકામ હટાવવા માટે સંસ્થાને જણાવી દેવામાં આવ્યું હતું જોકે આમ છતાં મંદિર સંચાલકોએ મચક આપી ના હતી જેથી તાજેતરમાં ફરી ચીફ ઓફિસરે મંદિર સંચાલકોને નોટીસ ફટકારી બાંધકામ દુર કરવા તાકીદ કરી હતી
જેને પગલે આખરે સ્વામીનારાયણ મંદિર સંસ્થા દ્વારા દીવાલ પર રહેલ બીમ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે બીમ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે તો સ્વામીનારાયણ મંદિર દ્વારા માપણી કામગીરી કરવામાં આવશે તેવું પણ સુત્રો જણાવી રહ્યા છે તો માત્ર બીમ તોડી ગ્રીલ બેસાડવામાં આવશે તેવું પણ સુત્રોએ ઉમેર્યું હતું .