રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસનો આંક 1 લાખને પાર, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases) અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.
Continues below advertisement