Panchmahal News: પંચમહાલમાં પાનમ નદી પરનો બ્રિજ એક સાઈડ બંધ હોવાથી વાહનચાલકો પરેશાન

Continues below advertisement


પંચમહાલના મોરવાહડફનું સંતરોડ ગામના પાનમ નદી પરનો બ્રિજ એક તરફ છેલ્લા બે વર્ષથી બંધ હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદ-ઈન્દોર હાઇવેનો આ બ્રિજ ક્ષત્રિગ્રસ્ત થયા બાદ નેશનલ હાઈવે ઓથોરિટીએ નવો પુલ બનાવવા માટેની કોઈ કાર્યવાહી કરી નથી. જો કે બેરિકેડ મૂકીને એક બાજુનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો. જેને લઈ પ્રતિ મહિને બેથી વધુ અકસ્માત થતા હોવાનો પણ વાહનચાલકો અને સ્થાનિકો દાવો કરી રહ્યા છે. એટલું જ નહીં હાઈવે પર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.. રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પણ પુલની કામગીરી સત્વરે શરૂ કરવા માગ કરવામાં આવી. અને પત્ર લખ્યો હોવાથી નૅશનલ હાઇવે ઓથોરિટીનો સંબંધિ વિભાગ ટૂંક સમયમાં બ્રિજની કામગીરી કરશે તેવી રાજ્યસભા સાંસદે માહિતી આપી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram