Mount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

Continues below advertisement

રાજસ્થાનના એકમાત્ર હીલ સ્ટેશન માઉન્ટ આબુના એકાએક પારો ગગડતા માઉન્ટ આબુમાં માયનસ એક અને અરવલ્લીની ગિરિકન્દ્રાનું સૌથી ઊંચી ચોટી પર આવેલા ગુરૂશિખરમા મયનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા બરફના પડો છવાયેલો રહ્યો છે. પર્યટક સ્થળે એકાએક ગગડેલા તાપમાનથી ઠંડુગાર વાતાવરણ છવાતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો હતો.

રાજ્સ્થાનના મીની કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં શિયાળુ સત્રમાં ઠંડીનું જોર વધારે જોવા મળે છે. અહીંયા બે મહિના સુધીના સતત બરફ છવાયેલો જોવા મળે છે. દર વર્ષે ડિસેમ્બર માસમાં બરફ છવાતો હોય છે.

પરંતુ આ સિઝનમાં નવેમ્બરમાં શરૂઆત થઇ ચૂકી છે અને તાપમાન ગગડીને માયનસમાં જતાં માયનસ એક ડિગ્રી નોંધાયું છે. જ્યારે માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાનું સૌથી ઊંચી ચોંટી ધરાવતા ગુરૂશિખરમાં માયનસ ત્રણ ડિગ્રી નોંધાયું હોવાથી બરફ છવાઈ ચૂક્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram