Sardar Sarovar Dam | નર્મદા ડેમમાંથી છોડાયું પાણી, નર્મદા-ભરુચ અને વડોદરાના નદીકાંઠાના ગામો એલર્ટ પર
Continues below advertisement
Sardar Sarovar Dam | ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે પાંચ દરવાજાની જગ્યાએ નવ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. 1,17,257 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની જળસપાટી 135.3 મીટર પર સ્થિર બની નર્મદા ડેમની જળસપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલે સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા. રૂલ લેવલ જાળવી રાખવા માટે જેમાંથી 5000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે આરબીપીએચ માંથી 43,614 અનેસીપીએચમાંથી 23,370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરુચ, નર્મદા અને વડોદરાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Continues below advertisement