સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ચાર મનપામાં નાઇટ કર્ફ્યૂમાં છૂટછાટ મળે તેવી શક્યતા
Continues below advertisement
રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધયાત્ર ઘટાડો થઈ રહ્યો છે. બીજી બાજુ સ્કૂલો પણ ધીરે ધીરે શરૂ થઈ રહી છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે..તો હવે રાજ્યના ચાર મહાનગરોમાં લગાવવામાં આવેલો રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. રાત્રીના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય તે માટે નિર્ણય લેવાઈ શકે છે.
Continues below advertisement