પ્રથમ તબક્કામાં 2 લાખ 76 હજાર વેક્સીનનો જથ્યો આવી પહોંચ્યો, રાજ્યમાં 20 હજારથી વધુ વેક્સીનેશન સેન્ટર: નીતિન પટેલ
Continues below advertisement
પૂણેના સિરમની કોવિશિલ્ડ વેક્સીન આજે સવારે અમદાવાદ આવી પહોંચી છે. વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય સચિવ જયંતી રવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ વેસ્કિનને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી. તો વેક્સીનના 96 હજાર ડોઝને ગાંધીનગર સ્ટેટ સ્ટોરેજ સેંટરમાં મોકલવામાં આવ્યો..જે પૈકી 60 હજાર ડોઝ ભાવનગર મોકલવામાં આવશે..વડોદરા, સુરત અને રાજકોટમાં સડક માર્ગે વેક્સીનનો જથ્થો આવતીકાલ સુધી પહોંચશે. સુરતમાં આવતીકાલે 93 હજાર 500 ડોઝ, વડોદરામાં 94 હજાર 500 અને રાજકોટમાં 77 હજાર ડોઝ આવતીકાલે પહોંચશે..ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેક્સિનનો કુલ 5 લાખ 60 હજાર જથ્થો આવશે.. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો અત્યારે આવ્યો છે. જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન મળી છે.
Continues below advertisement