ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એકપણ કેસ ન નોધાયો હોવાનો ખુલાસો, માણાવદરમાં પક્ષીઓના મોતનું શું કારણ આવ્યું સામે ? જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતના માણાવદર ખાતે થયેલા પક્ષીઓના મોતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાતમા બ્લડ ફલૂનાં કેસો હજુ સુધી નોંધાયા નથી. માણાવદર ખાતે અમુક પક્ષીઓનાં થયેલ મૃત્યુ ફૂડ પોઇઝેનિગનાં કારણે થયાં હોવાની લેબોરેટરી ટેસ્ટમાં પુષ્ટિ થઈ છે. માણાવદર ખાતે 50 કરતા વધુ પક્ષીઓનાં શકાસ્પદ રીતે મૃત્યુ થયાં હતાં. રાજયમાં બ્લડ ફલૂ વાયરસ ન ફેલાય તેં માટે વન અને પશુપાલન વિભાગ સંયુક્ત રીતે મોનેટેરિંગ કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, હિમાચલ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત છવાઈ છે. હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ પ્રવાસી પક્ષીઓના મૃત્યુ થયા છે. જેમના મૃત્યુનું કારણ બર્ડ ફ્લૂ હોવાનું લેબોરેટરીમાં તપાસમાં ખુલ્યુ છે.
Continues below advertisement