પોલીસે પરેશ ધાનાણીનો શર્ટ ફાડી નાખ્યો, ધાનાણીએ કહ્યુ- આ તે કાંઇ રીત છે તમારી… જુઓ વીડિયો
અમરેલીઃ અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી ધરણા પર બેસે તે અગાઉ જ તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સાથે ધાનાણીએ રકઝક કરતા પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ધાનાણીનો શર્ટ ફાડ્યો હતો. ધાનાણીની અટકાયત કરતા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસની વાન રોકીને વિરોધ નોંધાવ્યો હતો.