બનાસકાંઠામાં મુકબધીર કિશોરીની હત્યાથી લોકોમાં રોષ, ડીસા બાર એસોસિયેશન આરોપીનો કેસ લેશે નહી
Continues below advertisement
બનાસકાઠામાં મુકબધીર સગીરાની હત્યાની ઘટનામાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપી તરફથી કેસ ન લડવા ડીસા બાર એસોસિએશને નિર્ણય લીધો હતો. સાથે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. ડીસાની આ મૂકબધીર કિશોરી બે દિવસ પહેલા ગુમ ગઈ હતી અને ગઈકાલે ભાખર ગામ પાસે તેનું ગળું કાપીને ધડથી માથું 20 ફૂટ દૂર ફેંકી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
Continues below advertisement