કોરોનાના કારણે પટેલ ટ્રાવેલ્સનો ધંધો બંધ કરવાનો નિર્ણય, પટેલ ટ્રાવેલ્સના માલિકે કરી જાહેરાત
Continues below advertisement
ગુજરાતની જાણીતી ટ્રાવેલ્સ કંપની પટેલ ટ્રાવેલ્સે ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી ખેતાણીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 35 વર્ષથી ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા છે. કોરોનાના કારણે ધંધાને વ્યાપક નુકસાન જતા ધંધો બંધ કરવાનો નિર્ણય લીધો. પટેલ ટ્રાવેલ્સની અત્યાર સુધીમાં 200 પૈકીની 50 બસ કંપનીએ વેચી નાંખી અને આ રકમમાંથી બેંકોની લોન પૂર્ણ કરી દેવામાં આવી. જ્યારે બાકીની 150 બસો આગામી દિવસોમાં વેચી નાખવામાં આવશે.
Continues below advertisement