Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
330 બેડ ધરાવતી અને પંચમહાલ દાહોદ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન મેડીકલ કોલેજ માન્ય ગોધરાની સિવિલ હોસ્પિટલમાં જરૂરી સર સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. રૂ 1 કરોડ 11 લાખના ખર્ચે ફાળવવામાં આવેલ સીટી સ્કેન મશીન છેલ્લા 15 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. રેડિયો લોજી વિભાગ મા પણ તબીબનો અભાવ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા સિવિલ હોસ્પિટલ. જ્યાં જોવા મળી રહ્યો છે પ્રાથમિક સુવિધાનો અભાવ.. 330 બેડ ધરાવતી સરકારી હોસ્પિટલને 1.11 કરોડના ખર્ચે ફાળવાયેલ સીટી સ્કેન મશીન યોગ્ય જાળવણીના અભાવે 15 વર્ષથી ધુળ ખાઈ રહ્યું છે. તો એક મહિનાથી રેડિયોલોજી વિભાગમાં તબીબ ન હોવાથી સોનોગ્રાફી મશીન પણ બંધ છે. સીટી સ્કેન મશીન કામ ન કરતા દર્દીઓને રિપોર્ટ માટે 4000 થી 4500નો ખર્ચ કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલનાં ઇન્ચાર્જ સિવિલ સર્જન મુજબ સીટી સ્કેન મશીન કન્ડમ હાલતમાં છે, તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. અને નવા સીટી સ્કેન મશીન માટેની દરખાસ્ત કરાઈનો દાવો કર્યો.