Navsari News : નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો!, રીંગરોડની અધુરી કામગીરીથી લોકો પરેશાન

Continues below advertisement

નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો. શહેરમાં રીંગરોડની અધુરી કામગીરીથી મુકી દેતા લોકો પરેશાન.. જેમાં જૂના રીંગરોડ માટે 8 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવવામાં આવ્યા. શહેરના વિરાવળ નાકાથી ભેસદખાડા સુધીનો બન્યો હતો. તો 850 મીટરનો રીંગરોડ માત્ર 400 મીટર જેટલો જ બન્યો હતો. દબાણ વધારે હોવાના કારણે રીંગ રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાલિકાએ વિરાવળથી પ્રકાશ ટોકીઝ સુધીનો રિંગ રોડ મંજુર કર્યો. જેનું કામ હજી સુધી પૂર્ણ થઇ શકયું નથી. ત્યારે પાલિકા હવે પાલિકા નવા શહેરના મંકોડીયા વિસ્તારથી ગાંધી ફાટક સુધી રીંગરોડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ અધૂરા રીંગરોડનું કામ ક્યારે પૂર્ણ થશે તે મોટો સવાલ ઊભો થયો. સાથે જ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાની હાલાકી ભોગવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram