પાટણના રાધનપુરમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકને લોકોએ ઝડપ્યો, ઝાડ સાથે બાંધી કર્યું મુંડન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પાટણના રાધનપુરમાં એક યુવકને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું હતું. રાધનપુરનો યુવક પ્રેમિકાને મળવા ગયો હતો તે દરમિયાન કેટલાક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને બાદમાં વૃક્ષ સાથે બાંધીને તેના માથાના વાળ કાપી નાખ્યા હતા. લોકોએ યુવકનું મુંડન કરી તેનો વીડિયો બનાવ્યો હતો. દરમિયાન યુવક વીડિયો ન ઉતારવાની આજીજી કરતો પણ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયો બનાસકાંઠાના સરહદી તાલુકાના ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.