રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગામડાઓ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિન અને એમ્બ્યુલન્સની સુવિધાનો અભાવ છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મહેસાણાના હિંગળાજપૂરાના સરપંચે કહ્યું કે, સરકાર શહેરોમાં જેટલું ધ્યાન આપે તેટલું ગામડાઓમાં પણ આપવું જોઈએ. ગામડાંમાં લોકો મોટી હોસ્પિટલોમા જતાં ડરી રહ્યા છે, ગામડાંમાં અત્યારે રેપિડનો કોઈ ટેસ્ટ થતો નથી.......