PM Modi Scuba Diving | મોદી દરિયામાં પૌરાણિક દ્વારકાના દર્શન કરી થયા ધન્ય, ત્યાં જ કર્યું ધ્યાન
Continues below advertisement
PM Modi Scuba Diving | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, આજે દ્વારકામાં પીએમ મોદીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કર્યુ હતુ. ખાસ વાત છે કે, અહીંના લોકોની માંગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદીએ બપોરે દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધી હતી. લક્ષદ્વિપ બાદ પીએમ મોદીએ દ્વારકાના દરિયામાં પણ સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. દરિયામાં ડૂબેલી સોનાની પૌરાણિક નગરીના દર્શન કર્યા હતા. પૌરાણિક અવશેષો નિહાળ્યા હતા. જેને પ્રધાનમંત્રીએ દિવ્ય અનુભવ ગણાવ્યો હતો. પંચકૂઈ બીચ પરથી કરેલા સ્કૂબા ડાઈવિગનો અનુભવ PMએ X પર શેર કર્યો છે.
Continues below advertisement