PM મોદીનો કચ્છના સફેદ રણમાં ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ કેમ કરાયો રદ? જુઓ વીડિયો
Continues below advertisement
PM મોદી કચ્છની મુલાકાત દરમિયાન સફેદ રણમાં ટેન્ટમાં રોકાણ કરશે નહીં. વાસ્તવમાં લલ્લુજી એન્ડ સન્સ પાસે ગુજરાતના ધોરડોના સફેદ રણમાં ટેન્ટનો કોન્ટ્રાક્ટ છે. ઉત્તર પ્રદેશ સરકારે ટેન્ટના મામલે લલ્લુજી એન્ડ સન્સ સામે ભ્રષ્ટાચારના આરોપસર કાર્યવાહી કરી છે. વિવાદ વધુ ઉછળે નહીં તે માટે PM મોદીએ ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. PM મોદીના કાર્યક્રમ સ્થળે સ્ટેજ, શામિયાનો તેમજ અન્ય સુવિધાઓનું કામ પણ લલ્લુજી એન્ડ સન્સને બદલે રાજકોટની પેઢી કિશોર પરમાર સાઉન્ડ સિસ્ટમને સોંપાયું છે. 15 ડિસેમ્બરે ભારતના સૌથી મોટા હાઈબ્રિડ એનર્જી પાર્કનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે.
Continues below advertisement