ખંભાળિયામાં યુવકના અપહરણ બાદ નિર્વસ્ત્ર સરઘસ કાઢવાના કેસમાં પોલીસે નોંધ્યો ગુનો
Continues below advertisement
દ્વારકાના ખંભાળિયામાં યુવાનનું અપહરણ કરીને લઈ ગયા બાદ નિવસ્ત્ર હાલતમાં બજારમાં ફેરવી પોલીસ સ્ટેશને લઈ ગયેલા પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર કેટલાક શખ્સો ચોક્કસ અદાવતમાં એક યુવકનું અપહરણ કરી તેને ગયા બાદ માર મારી નગ્ન અવસ્થામાં ઠેર ઠેર બજારોમાં ફેરવ્યો હતો. અને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જોકે, બાદમાં પોલીસ એક્શનમાં આવી હતી અને યુવકનું અપહરણ કરી નિર્વસ્ત્ર ફેરવનાર તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં ફુલેકું કાઢી ફેરવ્યા હતા.
Continues below advertisement