Gujarat Police : અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસનું 'ઓપરેશન સરઘસ
Continues below advertisement
Gujarat Police : અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસનું 'ઓપરેશન સરઘસ
ગૃહ રાજ્યમંત્રીએ આપેલી છુટછાટ બાદ પોલીસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન સરઘસ શરૂ કર્યું છે. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં લોકોમાં ભય ઉભો કરવાના ઈરાદે જાહેરમાં તલવારો અને ધોકા લઈને વાહનોમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વોને પકડીને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા. સોશલ મીડિયામાં વાયરલ થયેલા અસામાજિક તત્વોના આતંકના વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી. તમામ અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી. ગુંડાતત્વોએ જે સ્થળે આતંક મચાવીને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો એ જ સ્થળ પર લઈ જઈને પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યુ. રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ આરોપીઓને ઘટનાસ્થળ પર લઈ ગઈ.. જ્યાં કાયદાના ડંડા પડતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ લથડાતા લથડાતા ચાલતા નજરે પડ્યા
Continues below advertisement
Tags :
Gujarat Police