પોરબંદરઃ માછીમારી માટે જતી બોટને વધુ દિવસો આપવા કરાઇ માંગ, જુઓ વીડિયો
Continues below advertisement
પોરબંદર સહીત ગુજરાતના જે માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે જાય છે તેમને ૧પ દિવસનો જ સમય આપવામાં આવે છે ત્યારે આ સમયમર્યાદા 20 થી રપ દિવસની કરવા પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા માંગ કરવામાં આવી છે. પોરબંદર સહીત રાજ્યભરના માછીમારોને દૂર દરિયામાં માછીમારી કરવા માટે જવું પડે છે. પરંતુ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને માત્ર ૧પ દિવસનો જ સમય આપવામાં આવે છે. જેને કારણે બોટમાલિકોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. બોટ દૂર દરિયામાં માછીમારી કરવા માટે જતી હોવાથી વીસ થી પચ્ચીસ દિવસ જેટલો સમય થાય છે. જેને કારણે ફિશરીઝ વિભાગ દ્ધારા બોટમાલિકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે આથી માછીમારી માટેના વીસ થી પચ્ચીસ દિવસ આપવામાં આવે તેવી માંગ પોરબંદર માછીમાર બોટ એસોસીએશને કરી છે.
Continues below advertisement