Porbandar: જોખમી વીજ વાયરોથી બરડા પંથકના ખેડૂતો પરેશાન, ઝુલતા વીજ વાયરો બન્યા જોખમી
પોરબંદર જિલ્લાનાં બરડા પંથક વિસ્તારમાં પીજીવીસીએલનાં જીવતા વીજ વાયરો જુલાની જેમ ઝુલી રહ્યા છે. જ્યારે ખેડૂતો ના કહેવા પ્રમાણે એલ ટી. લાઇન માંથી 11 કે. વી. માં લાઇન ફેરવી છે પણ વાયર જૂની લાઇન ના જ નાખેલા છે.ખેડૂતો દ્વારા વીજ વાયરો બદલાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ કામગીરી થતી નથી તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.
પોરબંદર ના બરડા પંથક માં મોટી સંખ્યા માં ખેડૂતો વસવાટ કરે છે.હાલ ના સમય માં ખેડૂતો અનેક સમસ્યા નો સામનો કરી રહ્યા છે. ત્યારે પોરબંદર ના બરડા પંથક માં સરકાર ની નિષ્ફળતા ના કારણે ખેડૂતો નો ભોગ લેવાઈ તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. બરડા પંથક ના મોટા ભાગ ના ગામો માં ખેતરો માંથી પસાર થતા વીજ વાયરો ઝુલા ની જેમ ઝૂલતા નજરે પડે છે મોઢવાડા ગામ ના અને સીમા વિસ્તાર માં આવેલ ખેતર માં જીવતા વીજ વાયરો ઝુલા ની જેમ ઝૂલી રહ્યા છે .તો એક ખેતર માં તો ટી. સી,નો થાંભલો જર્જરિત હાલતમાં છે .આ અંગે ની જાણ બગવદર પી.જી.વી.સી.એલ ને કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ દેખાયું નથી.