Porbandar News: માછીમારોને ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તકના ગોડાઉન ખાલી કરવા માટે નોટિસ આપી
પોરબંદરના માછીમારોની વધી છે મુશ્કેલી..તેનું કારણ છે ગુજરાત મેરીટાઇમ બોર્ડની મનમાની..બોર્ડે ગોડાઉન ખાલી કરવા માટે બંદર વિભાગે ગોડાઉન ખાલી કરવા નોટિસ આપી છે...માછીમારોનું કહેવું છે કે માછીમારીની સિઝન પુરી થતાં તેમણે ગોડાઉન ભાડે લીધું હતું..તેઓ નિયમિત ભાડું પણ ચૂકવી રહ્યા છે..છતાં બંદર વિભાગે ભાડું સ્વીકારવાનું બંધ કરી ગોડાઉન ખાલી કરાવવાનું શરૂ છે..જેને લઇ માછીમારોમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ સામે ભારે આક્રોશ જોવા મળ્યો..
હાલ માછીમારીની સિઝન બંધ હોવાથી માછીમારો એ પોતાની બોટો બંદર પર લંગરી સમારકામ સારું કરિયું છે તો બોટ ના સમારકામ માટે રાખીલ લાખો રૂપિયા નો કીમતી સામાન જીએમબી (ગુજરાત મેરિટાઇમ બોર્ડ) હસ્તક ગોડાઉન માં રાખવા માં આવ્યો છે જે ગોડાઉન વર્ષો થી માછીમારી કરતાં લોકો ભાડે થી રાખે છે હાલ સિઝન બંધ હોવાથી બોટ માલિકો અને માછી મારો બોટ ને લગતા રિપેરિંગ કામ કરાવતા હોય છે આ માટે નો સમારકામ નો સમાન ગોડાઉન માં રાખેલ હોય ત્યારે જીએમબી હસ્તક ગોડાઉન ખાલી કરવા માટે બંદર વિભાગે ખાલી કરવા નોટિશ આપી હતી. સિઝન પૂર્ણ થતાં માછીમારોને ગોડાઉન ખુબજ જરૂરિયાત હોય તેવા સમયે જીએમબી દ્વારા ગોડાઉન ખાલી કરવા માટે નોટિસ આપતા માછીમારો માં રોષ જોવા મળી રહ્યો છે