Porbandar Rain |પોરબંદર છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા જળ પ્રલયની સ્થિતિ
Gujarat Rain Update: ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. પોરબંદર જિલ્લામાંથી કુલ 554 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોડી રાત સુધીમાં 554 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામને શાળા, શેલ્ટર હોમમાં ખસેડાયા છે. લોકો માટે જિલ્લા વહીવટી પ્રશાસને ભોજનની વ્યવસ્થા કરી છે..
પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. DEOએ આજે શાળાઓમાં રજા જાહેર કરી છે.પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.પોરબંદરમાં ભારે વરસાદના કારણે બરડા પંથક માંથી નાના-મોટા ચેકડેમો ઓવરફ્લો થયા છે. ભારે વરસાદથી પોરબંદર જીઆઇડીસી વિસ્તાર જળમગ્ન થયો છે. આ બરોડા પંથકનું પાણી પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં જઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે .હાલ હજી પણ વરસાદી પાણીની આવક ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધવાની સંભાવના જણાઈ રહી છે, ભારે વરસાદ આફતરૂપ બન્યો છે.