Prnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવાર
Continues below advertisement
પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સમય રહેતા તમામ મુસાફરો બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે..
આ ગોઝારી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસ તપાસ અનુસાર, ડેસ્ટિનેશન વેડિંગ માટે મહેમાનોને લઈ બસ સુરત જઈ રહી હતી. અંદાજે 36 મુસાફરો બસમાં સવાર હતા. બસમાં મહેમાનોનાં કિંમતી કપડાં અને ઘરેણાં સહિતનો સામાન બળીને ખાખ થયો છે. બસમાં આગ કયાં કારણોસર લાગી તે અંગેની માહિતી હાલ સામે આવી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement