Rain Forecast Updates | આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ખાબકશે ભારેથી અતિભારે વરસાદ?

Continues below advertisement

ગરમીથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં આજથી વાતાવરણમાં પલટો આવ્યો છે, આકરી ગરમીમાં તપી રહેલા મે મહિના બાદ જૂનમાં વરસાદના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો અને ક્યાંક ભારે વરસાદ શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ ખાબકશે. આ બધાની વચ્ચે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઇ હતી. 

વલસાડ શહેર સહિત તાલુકાના આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે, શહેરના તિથલ રૉડ, કૉલેજ રૉડ પર વિસ્તારમાં વરસાદનું આગમન શરૂ થયું છે. તિથલ ગામ, જુની હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. આ સિવાય કચેરી રૉડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે વરસાદ વરસતા રસ્તાઓ પાણી-પાણી થયા છે. રાજ્યમાં ચૂંટણી માહોલ પુરો થયો છે અને હવે વરસાદી માહોલ શરૂ થયો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની એન્ટ્રી પહેલાં જ મહારાષ્ટ્રમાં વરસાદ પડવાનું શરૂ થયુ છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં દાદર, માટુંગા, ગુરૂતેગ બહાદુર રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. 10 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમનની શક્યતા સેવાઇ રહી છે. 

 

 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram