Rupala Controversy | Shankersinh Vaghela | ભાજપ તાત્કાલિક ઉમેદવાર બદલે, સ્થિતિ વકરે તો સરકાર જવાબદાર

Continues below advertisement

Rupala Controversy | Shankersinh Vaghela | રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ બાબતે આપેલ નિવેદનના વિરોધ વચ્ચે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે. બાપુએ પત્રકાર પરિષદ સંબોધી ભાજપ સામે કેટલાક ગંભીર આરોપ લગાવતા પરિણામ ભોગવવા તૈયાર રહેવા કહ્યું છે. ક્ષત્રિય સમાજ રૂપાલા નિવેદન બાદ ઉમેદવાર બદલવા માંગ કરી રહ્યું છે, જેને શંકરસિંહ વાઘેલા એ ટેકો આપીને સમર્થન આપ્યું છે. સાથે સાથે એ પણ શંકા વ્યક્ત કરી કે જો ભાજપ ભાઈ કમાંડ ઝડપથી આ મામલે કોઈ પગલા નહીં લેતો આ ચિંગારી આગળ ક્યાં જઈને ઉભી રહેશે એ નક્કી નથી. તેમને એ પણ દાવો કર્યો કે જો ભાજપ ઉમેદવાર નથી બદલતું તો એનો મતલબ એ માનવામાં આવશે કે રૂપાલાના નિવેદનમાં ભાજપ અને હાઈ કમાંડ આડકતરી રીતે રૂપાલાએ આપેલ નિવેદનના સમર્થનમાં છે. શંકરસિંહ વાઘેલાએ પણ દાવો કર્યો કે ભાજપની માનસિકતા મહિલા વિરોધી છે. કોઈપણ નેતાએ જાહેરમાં બોલતા સમયે ધ્યાન રાખવું પડે છે, કારણ કે દ્રૌપદીના એક વાક્યના કારણે જ મહાભારત થઈ હતી એટલે ભાજપના નેતાઓને આ પ્રકારના નિવેદન શોભતા નથી. જો ભાજપ લાગણી સમજતું હોય તો તેનો અભ્યાસ કરીને તાત્કાલિક ઉમેદવાર બદલવા માટેની તજવીજ હાથ ધરી હોત ! પરંતુ તેમ નથી થયું આ પ્રકારનું નિવેદનએ માફી માંગવાથી કંઈ નથી થતું, ક્ષત્રિય તો માથા ઉતારી લે એવા છે તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ભાજપ હાઈ કમાંડ દ્વારા ઉમેદવાર બદલવા સંદર્ભે કામગીરી કરશે પરંતુ તેમ નથી થયું જેથી તમને અંતે આ મામલે વચ્ચે પડવાની ફરજ પડી. જો ઉમેદવાર બદલાઈ જાય તો વિવાદ પૂરો થઈ જાય. આવનાર દિવસોમાં ક્ષત્રિય સંમેલનમાં પણ જવાની શંકરસિંહ વાઘેલા તૈયારી દર્શાવી છે. તેઓ જ્યારે ભાજપમાં હતા ત્યારના ભાજપ પક્ષ અને હાલના ભાજપના પક્ષમાં આસમાન જમીનનો ફરક હોવાનુ પણ શંકરસિંહ વાઘેલાએ કહ્યું.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram