Russia-Ukraine War : 'દર્દનાક પરિસ્થિતિમાં 3 હજાર પરિવારો મુકાયા છે, સરકાર માત્ર ચૂંટણીઓમાં વ્યસ્ત રહી'
Continues below advertisement
દ્વારકાઃ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દર્દનાક પરિસ્થિતિમાં 3 હજાર પરિવારો મુકાયા છે. 3 હજાર કરતાં વધુ ગુજરાતી અને હજારો ભરતીઓ યુક્રેનમાં ફસાયા છે. જેને પરિવાર હોય તેને આ વેદના સમજાય. આ પરિસ્થિતિ ટાળી શકાય હોત. 24 તારીખે મે માગણી કરી હતી કે, ભારતીયોને પરત લઇ આવો. ત્યારે એર સ્ટ્રીપ શરૂ હતી, અનેક દેશો પોતાના નાગરિકોને પરત લઇ જતા હતા. સરકાર માત્ર ચૂંટણીઓમાં વ્યસ્ત રહી. ભાજપના નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા. ચૂંટણી મોડમાંથી સરકાર માનવતાના મોડમાં આવે. હંગેરીયાથી ભારતીયોને પરત લાવી શકાય તેમ છે. અમે ચિંતન શિબિરમાં ઠરાવ પસાર કર્યો કે, સરકાર આપણાં લોકોને પરત લાવે. ત્યાંના લોકો સંદેશા મોકલાવે છે કે, એમબેસી મદદ કરતી નથી. સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણીમાંથી બહાર આવી લોકોને બચાવે.
Continues below advertisement