Sabarkantha Car Flooded | કાર સાથે 2 લોકો તણાયા, ધસમસતા પાણીના પ્રવાહમાં કાર નાંખવી પડી ભારે

Continues below advertisement

Sabarkantha Car Flooded | સાબરકાંઠાના ઈડરમાં કરોલ નદીમાં કાર તણાઈ ગઈ હતી, જેમાં સવાર દંપતિને સ્થાનિકોએ બચાવી લીધું. ઘટના કડિયાદરા પાસે બની હતી, જ્યાં નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો. કાર ચાલક નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે કાર તણાઈ ગઈ. દંપતિ કાર પર ચઢીને મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા. સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને દંપતિને બચાવી લીધું. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો.  ઘટનાની જાણ થતાં જ કલેક્ટર, એસપી અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. 

ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું કે, "ઈડર તાલુકાના કડિયાદરા ગામ પાસે કેરોલ નદીમાં એક ચેક ડેમ બનેલો છે, જ્યાં પાણી ભરાયેલું છે. અચાનક કાર ચાલકો ફસાઈ જવાના કારણે તાત્કાલિક અમારા તાલુકાના પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ, કડિયાદરા ગામના અમારા કાર્યકર્તાઓ બધા હાજર હતા. એમની જાણકારીના કારણે કલેક્ટર , એસપી, ફાયર વિભાગની ટીમો આ બધાને ત્યાં હાજર રાખી હતી. સદભાગ્યે એમનું રેસ્ક્યુ થઈ ગયું છે. પરંતુ સ્ટેન્ડ બાય અમે હેલીકોપ્ટરની વ્યવસ્થા પણ રાખેલી હતી કે જેથી એ લોકોને અમે બચાવી શકીએ. આજે એ લોકોનું રેસ્ક્યુ થઈ છે એ અમારા માટે આનંદની વાત છે."

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram