રેલવે લાઇન પર અકસ્માતથી થતાં સિંહોના મુદ્દાને કયા ગુજરાતી નેતાએ સંસદમાં ઉઠાવ્યો, જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાતીના દિગ્ગજ કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના  એશિયાટિક લાયનના મોતના મુદ્દેને સંસદમાં ઉઠાવ્યો છે. રેલ્વે લાઈન પર અકસ્માતોને કારણે મુત્યુ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ૨૦૨૦ના વર્ષમાં થયેલ સર્વે મુજબ ૬૭૪ સિંહો ગુજરાતના ગીર જંગલમાં છે.  તે ખુબ જ દુઃખની વાત છે કે, વર્ષ ૨૦૧૮ માં ૧૯૩ સિંહો અને વર્ષ ૨૦૧૯ માં ૨૦૦ સિંહોનું મુત્યુ રેલ્વે લાઈન પર અકસ્માતોના કારણે થયું હતું. જો આ સિંહોને રેલ્વે લાઈન ઉપર થતા અકસ્માતોથી બચાવી લેવામાં આવ્યા હોત, તો આજે કુલ વસ્તીના ૫૦ ટકાથી વધુ સિંહો જીવતા હોત. શક્તિસિંહ ગોહિલે સરકારને વિનંતી કરી હતી કે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે એશિયાઈ સિંહોને બચાવવા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram