Junagadh Farmer | જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા
હવામાન નિષ્ણાંતો દ્વારા જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં ફરી વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે જો હવે જૂનાગઢ પંથકમાં વરસાદ પડશે તો સોયાબીનના પાકને નુકસાન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામેલ છે.
જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ છે વરસાદનું સંકટ. હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. જૂનાગઢ જિલ્લામાં 2 લાખ, 17 હજાર, 999 હેક્ટરમાં ચોમાસા દરમિયાન પાકનું વાવેતર કરાયું. જેમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર કરાયું. જ્યારે બીજા ક્રમે સોયાબીન અને ત્રીજા ક્રમે કપાસનું વાવેતર કરાયું છે. ખેડૂતોનું કહેવું છે કે, સોયાબીનના વાવેતર પાછળ પ્રતિ વીઘા 4 હજારથી વધુનો ખર્ચ થાય છે. હાલ તો સોયાબીનના પાકમાં નુકસાની જોવા મળી રહી છે. જો હજુ વરસાદ વરસશે તો ભારે નુકસાની વેઠવી પડશે ઘણી જગ્યાએ તો સોયાબીનનો પાક સૂકાઈ ગયેલો જોવા મળ્યો.