School Dropout Rate | ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધ્યાના દાવાઓ વચ્ચે ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક!

Continues below advertisement

રાજ્યમાં 21 શાળા પ્રવેશોત્સવ બાદ ધોરણ 9, 10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23 ટકાથી વધુ નોંધાયો.. શિક્ષણ વિભાગે જાહેર કરેલી વિગતો પ્રમાણે, રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં 1.17 ટકા ડ્રોપ આઉટ રેટ છે.. જ્યારે ધોરણ 6થી 8માં 2.68 ટકા અને ધોરણ 11-12માં 6.19 ટકાનો ડ્રોપ આઉટ રેશિયો છે.. જેમાં ધોરણ 9-10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35 ટકા અને સૌથી ઓછો રાજકોટ શહેરમાં 8 ટકા ડ્રોપ આઉટ રેટ છે.. ધોરણ 6 થી 8 અને માધ્યમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ ડ્રોપ આઉટ રેટ વધારે છે.. આ બાળકોના સર્વે માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને ઉદ્દેશી એક પરિપત્ર પણ જાહેર કરાયો.. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે.. અધવચ્ચેથી શાળા છોડી દીધેલા, રખડતા, ભટકતા, ભીખ માગતા બાળકોના શિક્ષણ માટેની કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂંક કરવાની થાય છે.. શાળા પ્રવેશોત્સવ સમયે ધોરણ આઠના તમામ બાળકો ધોરણ નવમાં નામાંકન થાય તે માટે પ્રયાસ કરવા છતા અનટ્રેક રહેલા છે.. જેથી આ અનટ્રેક બાળકોનો સર્વેની કામગીરી 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram