Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Continues below advertisement
મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા છે. બસ સુવિધા સમય સર ન મળતી હોવાને લઈ વિધાર્થી પરેશાન બન્યા છે. મરતોલી ગામથી બલોલ ગામે અભ્યાસ માટે બસ સુવિધા ન મળતા આ બાળકો રીક્ષામાં જોખમી મુસાફરી કરે છે. જોકે આ મુદ્દે મહેસાણા એસ ટી ડિવિઝનના અધિકારીને પૂછતા તેઓ કહે છે કે ગામડામાંથી અભ્યાસ અર્થે આવતા બાળકો માટે પૂરતી એસ.ટી વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર વિદ્યાર્થીઓ માટે પાટણ અને મહેસાણામાં 2043 એસટીની ટ્રીપો ચાલે છે. જો કે અમને કોઈ વિધાર્થીની ફરિયાદ મળી નથી. તો બીજી તરફ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ વાહનોમાં જોખમી મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. અને એસટી વિભાગ ગામડાઓમાં સર્વે કરી અને વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા આપે તેવી માગ ઉઠી છે.
Continues below advertisement
Tags :
Mehsana News