ગુજરાત યુનિવર્સિટી સાયન્સ કોલેજની અટપટી પ્રવેશ કાર્યવાહીને લઈને રોષ, વિદ્યાર્થીઓને ખાનગી કોલેજમાં મોંઘી ફી ભરી ભણવાનો આવ્યો વારો
Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટી સાયન્સ કોલેજની અટપટી પ્રવેશ કાર્યવાહીને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ ન છૂટકે ખાનગી કોલેજમાં મોંઘી ફી ભરી ભણવાનો વારો આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયંસ કોલેજમાં 14 હજાર બેઠકો છે, જેમાંથી હાલ 5 હજાર 500 બેઠકો ભરાઈ છે, જ્યારે 9 હજાર બેઠકો ખાલી છે, જેમાં 500 જેટલી ગ્રાન્ટેડ બેઠકોનો સમાવેશ થાય છે. જોકે સાયંસ કોલેજ સાથે જોડાયેલ અધ્યાપકોનું કહેવું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ પહેલા બી.એસ.સીની પ્રવેશ કાર્યવાહીની શરૂઆત થતી હોય છે, જેમાં ઊંચા મેરિટવાળા વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી દેતા હોય છે અને અંતે મેડિકલ-પેરામેડિકલમાં પ્રવેશ લઈ લેતા હોય છે, અને અન્ય જગ્યાએ પ્રવેશ મેળવ્યો હોવાની જાણ નથી કરાતી, જેથી પ્રવેશના રેકોર્ડ પર ગ્રાન્ટેડ કોલેજની બેઠક ભરાયેલી હોય છે, જોકે હકીકતમાં ફળવાયેલ બેઠક પર વિદ્યાર્થીઓ પ્રવેશ નથી મેળવતા, આ સ્થિતિમાં ગ્રાન્ટેડ કોલેજ ફૂલ થાય છે, અને જેન્યુઇન સાયંસ ભણવા માંગતા વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં પ્રવેશ લેવો પડે છે.
Continues below advertisement