સુરેન્દ્રનગરઃ 92 મોબાઇલ ટાવરની 10 વર્ષની ફી બાકી, પાલિકાએ ફટકારી નોટિસ
Continues below advertisement
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવરોના જમીન ભાડા પેટેની બાકી રકમ રૂપિયા 3.25 કરોડને આંબી ગઈ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા 10 વર્ષથી બાકી ભાડાની વસુલાત માટે તમામ મોબાઈલ ટાવર કંપનીઓને નોટીસો ફટકારી 7 દિવસમાં બાકી ભાડુ ભરી દેવા સુચના આપવામાં આવી છે . જો મોબાઈલ ટાવર કંપનીઓ દ્વારા બાકી ભાડુ ભરવામાં નહીં આવે તો ટાવરોને સીલ મારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે .
Continues below advertisement