Surendranagar News | સુરેન્દ્રનગર પાલિકાના ભાજપના સભ્ય સામે 50 લાખની લેતી-દેતીમાં ધમકી આપ્યાની ફરિયાદ

Continues below advertisement

Surendranagar News | 50 લાખ રૂપિયાની લેતી દેતી મુદ્દે સુરેન્દ્રનગર પાલિકાના ભાજપના સભ્ય સામે ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ. બળજબરી થી નાણા પડાવવા આધેડને વરતેજ પાસેની એક ખાનગી હોટલમાં બોલાવી ધમકી આપી. ભાવનગરમાં બિલ્ડીંગ કન્ટ્રક્શનની કામગીરી કરતા યુવાનના પિતાની ફરિયાદ બાદ વરતેજ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ ચાર સાહેદોના નિવેદન પણ નોંધવામાં આવ્યા. સુરેન્દ્ર નગરપાલિકાના ભાજપના નગરસેવક સામે જ 50 લાખની માંગણીની ફરિયાદ થી હડકંપ મચ્યો છે. વરતેજ પોલીસે સમગ્ર મામલે તારીખ 16- 2- 2024 ના રોજ ભાજપના ભગીરથસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram