લઘુમતિ સ્કૂલોમાં શિક્ષકો, પ્રિન્સિપાલ માટે TET ફરજિયાતનો પરિપત્ર HCમાં પડકારાયો, જુઓ વીડિયો
Continues below advertisement
ધાર્મિક કે ભાષાકીય લઘુમતી શાળાઓમાં શિક્ષકો અને પ્રિન્સિપાલ માટે TAT ફરજીયાત કરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.લઘુમતી સંસ્થાઓને બંધારણે આપેલી સ્વાયત્તતા પર રાજ્ય સરકાર તરાપ ન મારી શકે તેવી રજૂઆત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. સરકારે કાયદામાં કરેલા સુધારાના પગલે લઘુમતી શાળાઓમાં શિક્ષકો અને પ્રિન્સિપાલની પસંદગી સરકારને આધીન રહે તેવી સ્થિતિ ઉભી થતા અંદાજિત ૯૦ જેટલી શાળાઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી અને રજૂઆત કરી કે લઘુમતી શાળાઓમાં શિક્ષકોની પસંદગી કરવાનો અધિકાર માત્ર તેમના ટ્રસ્ટને હોઈ શકે, સરકાર એમાં હસ્તક્ષેપ ના કરી શકે
Continues below advertisement