સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીને ફોન કરી ઠગાઇ કરવાનો પ્રયાસ કરતો આરોપી ઝડપાયો

Continues below advertisement

 સાળંગપુરના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીને ફોન કરી ઠગાઈ કરવાનો પ્રયાસ કરતા આરોપી યોગેશ દેવાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીને ફોન કરી મંત્રી પરસોત્તમ રૂપાલનો પુત્ર બોલુ છું એમ કહીને 30 હજાર રૂપિયાની જરૂર હોવાથી વ્યવસ્થા કરી આપવા કહ્યું હતું. ફરી યોગેશ દેવાણીએ મંત્રીનો પીએ બોલુ છું તેમ કહી મંદિરે પેમેંટ લેવા આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી યોગેશ દેવાણી અમરેલી જિલ્લાનો વ્યકિત હોવાનું સામે આવ્યું છે. પોલીસે યોગેશ દેવાણીની એક મોબાઈલ અને ચાર સીમકાર્ડ સાથે ધરપકડ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram