112 કરોડ રૂપિયાના ખર્ચે નવા સિટી સ્કેન અને MRI મશીન ખરીદાશેઃ નીતિન પટેલ

Continues below advertisement

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વેક્સીનેશનનું કામ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોર ગ્રુપ મીટીંગમાં ત્રીજી લહેરની સમીક્ષા માટે સતત આયોજન કરી રહ્યા છીએ. સીટી સ્કેન મશીનોની રાજ્યમાં વધતી જતી જરૂરિયાતની માંગણીને લઈને વેવ 3 માટે અમે આયોજન કર્યું છે. જિલ્લા કક્ષાની હોસ્પિયલ માટે નવા 17 સીટી સ્કેન મશીનો ખરીદવામાં આવશે. સોલા, ગાંધીનગર અને ગોત્રી મેડિકલ કૉલેજમાં MRI મશીન મોકલાશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને બેડ, ઓક્સિજનના જથ્થાની વ્યવસ્થા અંગે કામગીરી ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram