અરવલ્લીઃ ખડોલ ગામના લોકોએ વાત્રક નદી પર સ્વખર્ચે ડીપ બનાવવાની કામગીરી હાથ ધરી
Continues below advertisement
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામના લોકોએ જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવ્યું હતું. વાત્રક નદી પર પુલ બનાવવાની માંગણી નહી સંતોષાતા ગામના લોકોએ લોકફાળો એકઠો કરી સ્વ ખર્ચે નદીમાં ડીપ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ખડોલ ગામ સહિત 10 ગામોના લોકોએ જેસીબી, પાવડા, ત્રિકમથી માટીનો ડીપ બનાવવાની કામગીર શરૂ કરી હતી. બાયડ તાલુકાના રડોદરા ગામે ધનસુરાથી બાયડ ફરીને જતા 22 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.જ્યારે નદીમાં પુલ બનવાથી માત્ર 5 કિલોમીટરમાં જ આ અંતર પૂરું થશે. કોઈ નેતા કે અધિકારી ગ્રામલોકોની મદદે આવ્યું નથી. અગાઉ ગ્રામજનો દ્વારા રજૂઆતના પગલે તંત્ર દ્વારા 16 કરોડના ખર્ચે વાત્રક નદી પાર પુલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી પણ આ દરખાસ્ત માત્ર કાગળ પર જ રહી ગઈ હતી જેને લઈને છેવટે સ્વ ખર્ચે ડીપ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
Continues below advertisement