કોરોનાથી સાજા થઈ રહેલા દર્દીઓમાં શું જોવા મળી સાઇડ ઇફેક્ટ? જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની સામે હવે ડોકટરો માટે માથાનો દુખાવો બનતો નવો રોગ સામે આવી રહ્યો છે, જેનુ નામ મ્યુરર માઈકોસીસ ફંગલ છે. આ ફંગલ ઈન્ફેકશન આમતો રેર છે. એટલેકે ૫ હજાર લોકોમાં ક્યાંક કોઈ આ ફંગલ ઈન્ફેકશનનો ભોગ બનાતા હોય છે, પણ હવે આ પરિસ્થિતિ કાઈ અલગ જોવા મળે છે. કોરોનાની સાથે ડાયાબીટસ અને બીપી હોય તેવા દર્દીને તરત આ ફંગલ પોતાની ઝપેટમાં લે છે. છેલ્લા એક મહિનામાં જ ૧૫ કેસ સામે આવ્યા છે અને આનો ડેથરોલ ૫૦ ટકા થઈ ગયો છે. આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનષ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.
Continues below advertisement