Tirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસો
વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સત્તારૂઢ ટીડીપીએ દાવો કર્યો છે કે તિરુપતિના પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા લાડુ બનાવવા માટે બીફ ફેટ, ફિશ ઓઈલ અને પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જોકે, લેબ રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે...
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં તિરુપતિ મંદિરના લાડવા અને અન્નદાનમના સેમ્પલની તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. બીજી તરફ તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવેલા લાડુને લઈને આંધ્ર પ્રદેશમાં રાજકીય તોફાન મચેલું છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વાયએસ જગન મોહન રેડ્ડીનો ઘેરાવ કરતા આરોપ લગાવ્યો છે કે, પાછલી વાયએસઆરસીપી સરકારે તિરુમલામાં તિરુપતિ લાડુ પ્રસાદમ તૈયાર કરવા માટે ઘીની જગ્યાએ જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો. આ પ્રસાદ ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આવતા કરોડો ભક્તોને આપવામાં આવ્યો. સીએમ નાયડુએ આરોપ લગાવતા કહ્યું કે, તિરુમાલાના લાડુ પણ બેકાર સામગ્રીમાંથી બનાવવામાં આવતા હતા.