Gujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain forecast: અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 17 જિલ્લાના અમૂક સ્થળો પર આજે પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
સૌરાષ્ટ્રના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના બે જિલ્લાના અમૂક સ્થળ પર નુકસાનીના વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં નુકસાનીનો વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના અમુક સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.