Gujarat Rain | સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Continues below advertisement

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદનો પ્રારંભ થયો છે. આજે વલસાડ, ડાંગ અને અમરેલી જિલ્લામાં વરસાદનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાડા માં વરસાદી માહોલ જામ્યો હતો .આજે કપરાડામાં સોમવારનો હાટ બજાર ભરાયું હતું .એ વખતે જ વરસાદ વરસતા આ હાટ બજારમાં દોડધામ મચી ગઈ હતી. હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી. આજે વરસેલા વરસાદને કારણે કેરીના પાકમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે..

ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો.  ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા  આહલાદક માહોલ સર્જાયો. ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા અને ઠન્ડુ વાતાવરણ થી ખુશનુમાં માહોલ સર્જાયો ...

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો. સાવરકુંડલાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોરબાદ વાતાવરણ પલટાયું . મોટા જીંજુડા પીઠવડી સેંજળ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. ધારી ખાંભાના ધારગણી અનીડા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા. અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા ગરમી થી લોકો ને મળી રાહત. 

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી હતી. વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગરહવેલી, સુરતમાં હળવા વરસાદની આગાહી કરી છે. ત્યાર બાદ 8-9 જૂને રાજ્યમાં વરસાદ રહેશે. 8 તારીખે વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ અને દીવ અને સામાન્ય વરસાદની આગાહી. 9 તારીખે પંચમહાલ દાહોદ દાહોદ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર સામાન્ય વરસાદની આગાહી. અમદાવાદમાં બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram