Dakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ
ડાકોરમાં દર્શન કરવા આવતા દંપતીના એક્ટિવાને ટક્કર મારી ઘટના સ્થળેથી ટ્રક ફરાર થઈ ગઈ હતી જેમાં પત્નીનું મોત નીપજ્યું હતું ફરાર થઇ ગયેલ ટ્રકને પોલીસે કલાકોની ગણતરીમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
યાત્રાધામ ડાકોરમાં ગઈકાલે અમદાવાદ થી પોલીસ માં નોકરી કરતા વિજયકુમાર ગોર અને તેમના 49 વર્ષીય પત્ની સંગીતાબેન ગોર એક્ટિવા લઈ આવતા હતા. આ સમયે ડાકોર મહુધા ટી પોઇન્ટ નજીક તેમને પાછળથી આવતી ટ્રકે અડફેટે લીધા હતા જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા સંગીતાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે વિજયભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ સમયે ઘટનાને અંજામ આપી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ઉમરેઠ તરફ ફરાર થઇ ગયો હતો. આ ટ્રકનો વિજયભાઈએ નમ્બર જોયો હોય આ અંગે ડાકોર પોલીસને જાણ કરી હતી. જે આધારે પોલીસે તાત્કાલિક સીસીટીવી તપાસી ઉમરેઠ તરફથી આ ટ્રકને ઝડપી પાડી હતી અને તેના ચાલકને રાઉન્ડઅપ કર્યો હતો હાલ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.