ગુજરાત માટે આવ્યા ચિંતાના સમાચાર, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના નોંધાયા બે કેસ
Continues below advertisement
ગુજરાત માટે ચિંતાના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં પણ હવે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ હોવાનો કેંદ્ર સરકારના પ્રેઝન્ટેશનમાં ખુલાસો થયો છે. દેશમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે દેશના 18 જિલ્લામાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્યના 48 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.
Continues below advertisement