વલસાડ જિલ્લા ભાજપને ઝટકો, પારડી શહેર ભાજપ ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ વલસાડ જિલ્લા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પારડી શહેર ભાજપ ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ પેજ કમિટી તાત્કાલિક બનાવવાનું પ્રેસર કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પર વધારાયું છે. જેને લઈને શહેર પ્રમુખ સાથે બોલાચાલી બાદ જીતેન્દ્ર ઓઝાએ નિર્ણય લીધો હતો. રાજીનામામાં કાર્યાલય પર લાફો મારી દેવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સતત દબાણમાં કમિટીની રચના કરવામાં આવતી હોય એવું બહાર આવી રહ્યું છે.