Vav Assembly By Poll 2024 : વાવમાં પાઘડી પોલિટિક્સ : હવે ગેનીબેને કહ્યું, પાઘડીની આબરું રાખજો
વાવની પેટા ચૂંટણીમાં હાલ તો પાઘડી પોલિટિક્સ તેજ જોવા મળી રહ્યું છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પાઘડી પોલિટિક્સ શરૂ કર્યું છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે અપીલ કરી છે કે, "હું કોલર ઊંચો કરી ભાભરની બજારમાં નીકળું એવી પાઘડીની આબરૂ રાખજો." ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ પાઘડીની લાજ રાખવા માટે અપીલ કરી હતી.
ભાજપ બાદ કોંગ્રેસે પણ હવે પાઘડી પોલિટિક્સ તરફ આગળ જઈ રહ્યું છે. ગેનીબેન એ કોલર ઊંચા કરીને ભાભરની બજારમાં નીકળે એવી આ પાઘડીની આબરૂ રાખજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે. સદારામ યુવા શિક્ષણ સમિતિને હવે પગારમાં વધારો થયો છે એટલે ₹1 અમે હાલ આ પ્રકારની જે વાત કરી છે કે પાઘડીની રાખજો તમે હું સારી રીતે બજારમાં ફરી શકું એ માટે પાઘડીની લાજ રાખવાની વાત કરી છે.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે સમાજ માટે પાઘડી રાખીને શું અપીલ કરી હતી. સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે, "વિનંતી કરું છું કે સમાજે જે મને પાઘડી પહેરાવી છે એ પાઘડી પહેરાવી એની. આજ આજે સમાજને રાખવાની છે તો સમાજ આની લાજ રાખી અને આ સમાજને આ ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને હાચવતી હોય દરેક 18 આલમને સહકારમાં રાખતી હોય અને દરેક સમાજનો વિકાસ કરતી હોય તો આપણી સમાજનો પણ વિકાસ કરવો છે. આપણે સમાજનો વિકાસ કરવા માટે તમે જે મને પાઘડી પહેરાવી છે એ પાઘડીની લાજ તમે રાખશો તો આવનારા સમયમાં 13 તારીખે વોટિંગ છે અને 23 તારીખે એનું રિઝલ્ટ છે. તો આજ હું તમને મારા ' હું તમને કહું છું કે આ ચૂંડણી હું નથી લડતો. આ ચૂંડણી સમાજ લડશે. આ ચૂંડણી સમાજને લડવાની છે.